WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
તા: 07/08/2026ના રોજ કૉલેજમાં કમિશનરશ્રી, મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વહીવટી તંત્ર, નવસારી દ્વારા 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત 'મહિલા કલ્યાણ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ શિબિરનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમમાં કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના સરકારી વકીલ નરેન્દ્રભાઈ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી વી.કે. ઉંઝીયા, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર અસ્મિતા ગાંધી અને સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક હર્ષિદાબેન પટેલે વિવિધ સરકારી યોજનાઓ અને વન સ્ટોપ સેન્ટરની ઉપયોગી સેવાઓ વિશે માહિતી આપી હતી.મહિલા અને બાળ અધિકારી શ્રી બી.જે. ગામીતની ઉપસ્થિતિમાં કાર્યકમ યોજાયો હતો.